નવી દિલ્હી: ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણા મંત્રી અરુણ જેટલીનું શનિવારે નિધન થયું છે. તેઓ 9 ઓગસ્ટથી દિલ્હી સ્થિત એમ્સમાં દાખલ હતાં. એમ્સ તરફથી બહાર પાડવામાં આવેલા એક નિવેદન મુજબ અરુણ જેટલીનું નિધન આજે બપોરે 12:07 વાગે થયું. અરુણ જેટલીના પાર્થિવ શરીરને એમ્સથી તેમના કૈલાશ કોલોની સ્થિત ઘરે લાવવામાં આવ્યું છે. અરુણ જેટલીના પાર્થિવ શરીરને તેમના ઘરે  આવતી કાલ સવારે 10 વાગ્યા સુધી અંતિમ દર્શન માટે રખાશે. ત્યારબાદ પાર્થિવ શરીરને ભાજપના હેડક્વાર્ટર ખાતે લઈ જવાશે. તેમના અંતિમ સંસ્કાર આવતી કાલે બપોરે 2 વાગે નિગમબોધ ઘાટ પર કરાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો.હર્ષવર્ધને અરુણ જેટલીને શ્રદ્ધાંજલિ આપી. આ બાજુ ભાજપ અધ્યક્ષ અમિત શાહ તરફથી ભાજપના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડાએ અરુણ જેટલીને શ્રદ્ધાંજલિ આપી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુ અરૂણ જેટલનાં ઘરે તેમના અંતિમ દર્શન કરીને શ્રદ્ધાંજલી અર્પિત કરી હતી. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...